રસ્તા પર પુરી વેચતા પિતાનો દીકરો બન્યો ટોપર, કહી આવી વાત કે દિલ જીતી લેશો
રાજકોટના શેરી વિક્રેતાનો દીકરો સુજલ દેવાણી એ સાબિત કરી બતાવ્યું છે કે મહેનત અને લગનથી મોટામાં મોટા સપનાં પૂરા થઈ શકે છે.
પિતા સાથે પાણી-પુરી વેચીને પણ સુજલે બોર્ડની પરીક્ષામાં 98.77% માર્ક્સ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે.
હવે તે આગળ જઈને સિવિલ સર્વિસિઝમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે.
શાળાએથી આવ્યા પછી રોજ સાંજે 3 કલાક સુજલ પિતાની પાણી-પુરીની લારીમાં મદદ કરતો.
પરંતુ આ દરમિયાન તેણે પોતાનો અભ્યાસ બિલકુલ અટકાવ્યો નહીં. તે ક્યારેય શાળામાંથી ગેરહાજર રહ્યો નથી અને રોજ નિયમિત 3 કલાક અભ્યાસ કરવાનું ક્યારેય ચૂક્યો નથી
સુજલ માને છે કે મોબાઇલ ફોન એ આજના યુવાનો માટે સૌથી મોટો ડિસ્ટ્રેક્શન છે. જોકે, તેની પાસે સ્માર્ટફોન હતો,
પરંતુ તેનો ઉપયોગ દિવસમાં માત્ર 30-45 મિનિટ જ કરતો અને તે પણ અઠવાડિયાના અંતે જ! બાકીનો સમય ક્યાં તો અભ્યાસમાં અથવા બેડમિન્ટન જેવી રમતોમાં પસાર કરતો હતો.
સુજલના પિતા 48 વર્ષના મનીષભાઈ દેવાણી રાજકોટના કોર્પોરેશન ચોક પાસે પાણી-પુરીની લારી ચલાવે છે.